હસાવે તું અને આંસુ પણ તું લાવે છે,
વાત વાત મા લડી પડ્યા
રૂઠી જાઉં હું ને તું મને મનાવે છે..
જો હ્રદય ભરી આવે ને રડી પડું
તું મારું માથું તારા કાંધે લગાવે છે..
કેવો નિષ્પક્ષ છે સંબંધ આપણો નઇ.?
મારા અતીતની તું મને સેર કરાવે છે..
લગાવે પ્યારથી થપ્પડ ને ઘણું તું બોલે
સારા નસારા નો ભેદ તું સમજાવે છે..
✍️મરીચિ