માણસોથી ફળદ્રુપ આ જમીનમાં
પડ્યો છે લાગણીનો દુકાળ.
અમીરોથી ઉભરાતી આ પૃથ્વીમાં
પડ્યો છે માનવતાનો દુકાળ.
ધનવાનના ઘરે થાય ઘીના દિવા
ગરીબના ઘરે ખાવાના તેલનો દુકાળ.
ભાઈભાઈ વેરી બની બેઠા છે
છે અહીંયા ભાઇચારાનો દુકાળ.
કુકર્મોથી ભરપૂર આ ધરા પર
છે સુખનો દુકાળ.
#દુકાળ