શબ્દો નો દુકાળ ત્યાં.....
મૌન વાચા બની રહી..
તારા ને મારા પ્રેમની...
એ મીઠી પરિભાષા રહી..
શબ્દો નો દુકાળ ત્યાં.....
લાગણીઓ મારી તારામાં ને...
તારી મારામાં અકબંધ રહી..
પ્રેમની કેવી અદ્ભૂત એ વાચા રહી..
વિસામો છે આંખ એકમેકનો બસ...
દિલ થી દિલ સુધીની ફિલસૂફી કાયમ રહી.
શબ્દો નો દુકાળ ત્યાં...મૌન વાચા બની રહી.
શબ્દો નો દુકાળ ત્યાં...મૌન વાચા બની રહી.
Jasmin
#દુકાળ