ધરતી માંગતી હતી બસ થોડી આળપંપાળ,
પણ ઘમંડમાં જીવતો રહ્યો માણસ સદાકાળ.
મળ્યા અંદેશા પણ દૂર રહ્યો માણી એને જંજાળ,
રહ્યો અલમસ્ત વિચારી એ લેશે જાતે સારસંભાળ.
કુદરતે જાતે લીધી હાથમાં કમાન ત્યારે પકડ્યું કપાળ,
સમજ્યા 'શેઠ' જ્યારે ગલીઓમાં પડ્યો માનવ 'દુકાળ'.
~ કેવી શેઠ?!
#દુકાળ