*જિન્દગી કિતાબ મા*
જિન્દગીના કોરા પાનાઓ છે કિતાબ મા,
નિશાળે જઈને જિન્દગી લાખય છે કિતાબ મા.
પહેલા પાને જિન્દગીની ટૂંકી સફર થાય છે કિતાબ મા,
છેલાં પાને જિન્દગીની શીખ અપાય છે કિતાબ મા.
ઘણાં બધાં જિન્દગીના પાઠ ભણાવાય છે કિતાબ મા,
જિન્દગીના દાખલાઓ પણ ગણાય છે કિતાબ મા.
જિન્દગીનું સાચું જ્ઞાન અપાય છે કિતાબ મા,
છતા પણ ઘણી ભૂલો દેખાય છે કિતાબ મા.
ભૂલ ની સજાઓ પણ લખાય છે કિતાબ મા,
કર્મો ના સરવાળા - બાદબાકી પણ થાય છે કિતાબ મા.
સજ્જનો ની ગાથાઓ પણ લખાય છે કિતાબ મા,
દુર્જનો ની સજાઓ પણ વંચાય છે કિતાબ મા.
લખાણોના વખાણો પણ થાય છે કિતાબ મા,
જીવન નું સાચું સૂત્ર મળી જાય છે કિતાબ મા.