એ નટખટ નૈન કટારી
મને જોવે તાડી તાડી,
એ શ્યામલી છે મારી...
એતો ડોક ને સેજ નમાવી
મને નખરે એના જાય હસાવી,
એ શ્યામલી છે મારી...
એ આંખને સેજ ઉલાળી
મારા મન ને દે આવી તાળી,
એ શ્યામલી છે મારી...
એ લોકો ને ભરમાવી
મળે મને અહી આવી,
એ શ્યામલી છે મારી....
એ તો પાગલ લાગે સારી
એની ચડી મને ખુમારી,
એ શ્યામલી છે મારી..
એ હોઠો ને કરડાવી
જાય પાગલ મને બનાવી,
એ શ્યામલી છે મારી...
એ ભર ઉનાળે મળે આવી
જાય લાગણી મારી ભીંજાવી,
એ શ્યામલી છે મારી...
ના સિંગાર કંઇ સજાવી
તોય રૂપ સુંદરી છે બનાવી
એ શ્યામલી છે મારી...
મારી ઉદાસી ને ભાળી
આવી, જાય મને હસાવી,
એ શ્યામલી છે મારી....
છે ચડી મને ખુમારી
કે બીમારી છે તારી,
તું શ્યામલી છે મારી...
✍️મરીચિ