વિનોદી
વિનોદી સ્વભાવ છે મારો
સમસ્યા ને હસતા જ સ્વાગત કરું છું
હોય સમસ્યા પહાડ જેવી ઊંચી કે
પછી હોય દરિયાના પાણી જેવી ઊંડી
ઊંચા પહાડ પર પહોંચું પક્ષી ની જેમ
પાણીની ઊંડાઈ સુધી જામ માછલીની જેમ
મારા મુખના હાસ્ય જોઇ
સમસ્યા ને જ સમસ્યા નડે છે
વિનોદી સ્વભાવ છે મારો
સમસ્યા ને હસતા જ સ્વાગત કરું છું.
- ચૌધરી જીગર