#વિનોદી
વિનોદ એ વૃત્તિ ક્યારેક ખડખડાટ હસાવતો,
ક્યારેક તે રડાવતો બધા ને તે પોતાના કરતો,
હું કોણ મારું કોણની પરવા જરા ન કરતો,
સર્કસનો એક જોકર..🤡
ક્યારે ઠીંગણો ને ક્યારે મોટો પળતે બની જાય
ક્યારે માર ખાય કોઈ ને મારે રમતો કૂદતો જાય,
પાંચ દડાને તો એક હાથે ફરાવીને ગોળબનાવે,
સર્કસનો એક જોકર..🤡
બાળકને તો એ જ આખે આખી દુનિયા દેખાય,
કપડાનો કલર રંગબેરગી ટોપી નાક મોટું દેખાય,
હસતા ન હોય એને હસાવીને આઘોપાછો થાય,
સર્કસનો એક જોકર..🤡
અરે ટોપી🎩માંથી સફેદ 🕊️કબુતર કાઢ્યું ..
આવું વળી શી રીતે થાય ? બાળકમાં કુતૂહલ
સર્જાય? શો પતી જાય પણ અહીંયા રહેવાનું.!
અબાલ-વૃદ્ધ બાળક જીદ કરી જાય સર્કસ નો
શો નહીં એ લાખો લોકોનું દિલ જીતી જાય..
સર્કસનો એક જોકર..🤡