જીવતરમાં અમૂલ્ય ભાગ ભજવે ઘડતર
યોગ્ય હોય ઘડતર તોજ થાય
આત્મવિકાસરૂપી અભેદ્ય દિવાલનું ચણતર
આ સૌમાં જગત નિયંતા
જેણે આપણું સર્જન સહ ઘડતર કર્યું
આ ઘડતરમાં તડ નથી હોતી પણ,
આપણી ધીરજની ફાટ એવી હોય છે કે,
સમયે સમયે એને ગુનેગાર બનાવી
કઠઘરામોભો કરી ફરિયાદની દલીલ
લંપટતાથી કરી દેતા આપણે સૌ
એના સર્જેલા છીએ એ વાત
ક્યાંક આડે હાથે મૂકી આવ્યા છીએ.
રોજ યાદ કરીએ છીએ પણ
એને માતાને ફક્ત ફરિયાદ કરવા..
ચાલો એ ઘડતર કરનાર તરફ કૃતજ્ઞતા વ્યક્તકરીએ..
-ધવલ દરજી