Gujarati Quote in Motivational by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# જિજ્ઞાસુ
છે ચેહરા પર સ્મિત ને આંખોમાં આંસુ
સૌ જાણવા જિજ્ઞાસુ કે થઈ રહ્યું છે આ શું?

છે મુક્ત પશુ પક્ષીઓ ને પિંજરે પુરાણો માણસ
થઈ પ્રકૃતિ પ્રદૂષણમુક્ત ને છે ચિંતાગ્રસ્ત માનવી
સૌ જાણવા જિજ્ઞાસુ કે થઈ રહ્યું છે આ શું?

કોમ્પ્યુટર યુગમાં ચોફેર પ્રદૂષણ ફેલાવતા આપણે કુદરતના આ પાઠને યાદ રાખતા થાશું
સૌ જાણવા જિજ્ઞાસુ કે થઈ રહ્યું છે આ શું?

નાનકડા વાયરસથી કેટલો બેહાલ માનવી
આટલા માં એક વાત જો હવે સમજી જાશું
કે છે કુદરત આગળ કેટલો પાંગળો માનવી


પરિવાર સાથેનો સમય આ માણીને
કાયમના સંભારણાને વાગોળતાં થાશું

બોધપાઠ એટલો માનવી માટે આ પરથી
કે પ્રકૃતિ પર એકાધિકાર ન કરવો કદાપિ
એ છે સહિયારી નહીં તો આવું કેટલુંયે થાશે
જે હશે વણવિચાર્યું ને હશે સર્વમુખે શબ્દો એ જ કે
સૌ જાણવા જિજ્ઞાસુ કે થઈ રહ્યું છે આ શું?

Gujarati Motivational by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111410957
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now