#કિંમત
કિંમત આજે સમજાય છે સમય ની,
જયારે સમય સરકી જાયે છે
કિંમત આજે સમજાય છે પ્રેમની ,
જયારે ચારેબાજુ તિરસ્કાર દેખાય છે.
કિંમત આજે સમજાય છે વિશ્વાસ ની ,
જયારે વિશ્વાસ માં વિષ નો વાસ થાય છે.
કિંમત આજે સમજાય છે માં-બાપ ની ,
જયારે હાથ છૂટી જાય છે.
કિંમત આજે સમજાય છે આઝાદી ની,
જયારે કેદખાના માં કેદ થઈ જવાય છે.
-Mahek Parwani