"સાંભરે"
કૃષ્ણ ને જોતાં મને મારુ બાળપણ સાંભરે,
ગોકુળ ને જોતાં મને મારુ ગામ સાંભરે.
નંદબાબા ને જોતાં પ્રેમાળ પિતા સાંભરે,
યશોદા ને જોતાં મમતાળુ માતા સાંભરે.
બળદેવ ને જોતાં હેતથી વ્હાલો વીરલો સાંભરે,
સુભદ્રા ને જોતાં રાખડી બાંધનાર બેનડી સાંભરે.
સાંદીપની ઋષી ને જોતાં જ્ઞાન આપનાર શિક્ષકો સાંભરે,
સુદામા ને જોતાં બાળપણનાં મિત્રો સાંભરે.
રાધા ને જોતાં મને મારી પ્રિયતમા સાંભરે,
'દાવ' કહે આજે મને મારા વીતેલા દિવસો સાંભરે.
લી. આઝાદ દેશ નું આઝાદ પંછી - JP.