મળ્યાં પછી સાભર્યું કે આપણે મળ્યાં પણ ભળ્યા નહીં,
પણ જ્યાં અતીત માં લાગી આંખ ત્યાં સમજાયું કે,
આપણે તો ભળાય એમ મળ્યાં જ નહીં..!
વાટ જોઈ ઊભો છું મિલન વેળાની,
પણ હમણાં તો કાંઈ એવું કળાય નહીં,
મળીશું મળીશું જરૂરથી કારણ,
તને મળ્યાં વગર મારાથી સિધાવાય નહીં..!
ઋણ લઈ તારું નથી જવું મારે યમલોકે,
નહીંતર પછી ચિત્રગુપ્ત પણ મગજ ખાશે,
માટે'સ્તો દઈ જાવ છું દુવા તને,
ખુશ રહેજે સુખી થાજે,
ભલે ને પછી મારું જે થવાનું હોય તે થાશે..!
યોગી