હસતા મુખે ચહેરો ઉદાસ છે,
બંધ આંખોને એની તલાશ છે,
લાગણીઓની વાતો છલકતી જાય છે,
બસ, સામેથી સાદ મળે એની જ આશ છે.
મારી કલ્પનાઓમાં વિહરતી,
ન જાણે કેમ એના હોવાનો આભાસ છે.
મળે તો એના ઘડીક સંગમાં પણ,
જીંદગી જીવ્યાનો વિશ્વાસ છે.
આ તારી આંખનો પલકારો કે,
મારા પ્રેમનો અહેસાસ છે.
આ મલકાતી હવામાં જાણે,
તારી જ સુગંધનો શ્વાસ છે.
નથી શક્ય જો તારુ હોવુ
તો તારા પડછાયાંનો કેમ સાથ છે,
કારણ તારામાં કઇંક તો ખાસ છે.