"નહીં સમજાય"
શબ્દો ની છે આ માયાજાળ તમને નહીં સમજાય,
કવી ની કલમ ની છે આ કલ્પના તમને નહીં સમજાય.
યશોદા ની કૃષ્ણ પ્રત્યેની મમતા તમને નહીં સમજાય,
ગોપીઓની કૃષ્ણ સાથે ની રાસ લીલા તમને નહીં સમજાય.
રાધા નો કૃષ્ણ સાથે નો પ્રેમ તમને નહીં સમજાય,
સુદામા ની કૃષ્ણ સાથેની મિત્રતા તમને નહીં સમજાય.
બલદેવ ની કૃષ્ણ સાથે ની બંધુતા તમને નહીં સમજાય,
આતો નરસિંહ ને મીરા ની કૃષ્ણ ભક્તિ તમને નહીં સમજાય.
કૃષ્ણ ના વાંસળી ના સુર તમને નહીં સમજાય,
ગોકુળની ગાયોનાં દૂધ ની મીઠાશ તમને નહીં સમજાય.
કૃષ્ણ એ કરેલી કપટ તમને નહીં સમજાય,
'દાવ' કહે આતો માધવ ની લીલા તમને નહીં સમજાય.
લી. આઝાદ દેશ નું આઝાદ પંછી J. P.