જોઈ તને બારીએ મારા દિલનાં દરવાજા ખુલ્યા,
નિરખી તારી સાદગીને અમે અપ્સરાનાં રૂપ ભૂલ્યા.. !
સહેજ હવાની લહેરે જ્યાં તારા કાનના ઝુમકા ઝુલ્યા,
ને તને મારી બનાવવાનાં મારામાં સપના ખીલ્યા.!
જ્યારે સસ્મિત થઈ તારા નયનો ઢળ્યાં,
માંડ સાચવેલી અમે અમારી સૂઝ-બુઝ ભૂલ્યા..!
પણ જ્યારે તમે ગયા દિલ ની ડેલીએ હાથ દઈ,
ત્યારે અમે ને અમારા સપનાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા..!
યોગી