#સંબંધિત
બાળકની ખૂબીઓ ખામીઓ માતપિતાને સંબંધિત,
પ્રેમી યુગલ નું સર્વસ્વ એકબીજાને સંબંધિત,
લાલચીઓનો લોભ મોહ સ્વાર્થ ને સંબંધિત,
જવાનોનો દેશપ્રેમ મા-ભોમને સંબંધિત,
સાધકોની આસ્થા ભક્તિ પરમાત્માને સંબંધિત,
પાપીઓની દુષ્ટતા દુરાચાર ને સંબંધિત,
આ બધું જ યથાર્થ સાચું લાગે પણ છે ખોટું
કારણકે મુદ્દલ તો માનવના પાપ પુણ્ય સઘળું માત્ર ને માત્ર "કર્મ" સંબંધિત...