ભૂખડીબારશ...
ભાનુ થયો પ્રખર મધ્યાહન ટાણે,
જન્મ ક્ષુધા આવેશ નો ફરી એકવાર જાણે.
આહાર મંદિરના સૈનિકોનું કરી આવાહન,
રસોઈનું રણશિંગુ ફૂક્યું મેં હે ભગવન.
પીળાં કેસરી લાલ નું ચટાકેદાર મિત્રમંડળ,
સ્વાદ રસ નું કેવું આ આભામંડળ.
ગરમીનો રાજા ગુલમહોર ઈર્ષ્યાળુ જોઈ આ ત્રિભેટો.
તાણી લાવે સાથે આહાર તૃપ્તિનો ગરમાટો.
#જન્મ
✍🏾.. પંકિલ દેસાઈ