ભણ્યા અમે ઘણી ચોપડીયો નિશાળે અમથી
પણ જીજીવિષા તો એટલી જ તરસી રહી
ના બન્યો હું માણસ આજે જો એ વાત વસમી રહી
ખૂબ કર્યા હિસાબ પૈસા ને માનવતા ના અહીં
ખુદનો જ હવાલો કરવાની જોગવાઈ રહી ગયી
મળ્યું સુખ અનંદપ્રમોદ માં અન્યની તડપ ભૂલાય ગયી
કોઈએ જળ છાંટો જો માગ્યું ત્યાં માણસાયી મરી ગઈ
પાણી ને વહેવા દીધું આમતેમ પણ તરસ તો એની રહી ગયી
ના વાંચ્યું ક્યાંય કોઈ પુસ્તકમાં કે ભૂખ ની લાગણી કેવી રહી
વૈષ્ણવ જન ના પાઠ કર્યા નિશ પણ ઘરની જ અસ્ત્રી ને અન્યાય થયી
ખૂબ દોશી છું હું તારો ભગવાન પણ માફી માંગવાની રહી ગયી
આજ માણસાઈ જોને શમશાને પરવારી ગયી
ને જોને કર્મો ની કહાણી અસર કરી ગયી
આજ જિંદગી એક પુસ્તક માં પલટાઈ ગયી
ને બંધ કબાટમાં બસ જમા ધૂળને સંકોરતી રહી ગયી.
મારી જિંદગી એક દર્દ પુસ્તક ની બની ગયી
જ્યાં આખરી પાને પણ હાય રે..મારી કવિતા અધૂરી રહી ગઇ
ભાવના જાદવ(ભાવુ)
હેપી વર્લ્ડ બુક ડે