@ સંબંધો @
સંબંધો સાચવવા ઘણા અઘરા છે,
એવું કહેનારા પણ 'પાર' નિકળે;
આતો નશીબની વાત છે બાકી,
દૂરનાં સંબંધો પણ 'ધારદાર' નિકળે !
સાગરને મળે છે સરીતા,
એવું કહેનાર પણ 'અપરંપાર' નિકળે;
આતો મીઠ્ઠા નીરની વાત છે,
બાકી સાગર પણ 'નશીબદાર' નિકળે !
પ્રેમમાં પારંગત કે ઉત્તમ પ્રેમી છું,
એવું કહેનાર પણ 'બેજવાબદાર' નિકળે;
આતો નૈનોમાં છલકાવાની વાત છે,
બાકી સાચો પ્રેમ તો 'અણીદાર' નિકળે !
પ્રેમ આંધળો ને અધુરો છે,
એવું કહેનારા પણ 'બે-ચાર' નિકળે;
આતો રાધા-કૃષ્ણની વાત છે, "અમિ",
બાકી મીરાંનો પ્રેમ પણ 'વફાદાર' નિકળે !
કલમમાંથી કવિતા નિકળે છે,
એવું કહેનારા પણ 'યાર' નિકળે;
આતો વહેતા સરીતાનાં નીરની વાત છે,
બાકી છુપા રૂસ્તમ પણ "ગઝલકાર" નિકળે;
---- અમિરાજ @ અમિ