#જન્મ
ચાર્લ્સ ડાર્વિને પોતાના લખેલ ઉત્ક્રાંતિવાદ માં સ્પષ્ટ જણાવ્યું છે પૃથ્વી પર મનુષ્ય અને તેની સાથે રહેતાં જીવ, જંતુ ,પશુ-પંખી ( 🐌🐜🦗🦋🐃🐘🐆🦅🦃 )વગેરે જન્મ અને મૃત્યુ પામે છે. કેટલીક પ્રજાતિઓ એ રીતની હોય છે કે લાખો કરોડોની સંખ્યામાં જન્મ લે છે અને પોતાના સંઘર્ષમાં સફળ ન થતા તેઓ મૃત્યુ પામે છે દાખલા તરીકે સમુદ્ર ની અંદર આવેલ એક 🐟 તેમના પ્રજનન દરમિયાન કરોડની સંખ્યામાં ઈંડા🥚 મૂકે છે પરંતુ તેના ઈંડા માંથી થોડા જ બચ્ચાં જે સંઘર્ષ કરે છે તે જીવે છે.. જો બધા જ 🐟 ના બચ્ચન જીવે તો સમુદ્રમાં પ્રજાતિની જ માછલીઓ જોવા મળે..
પ્રાણીઓ પણ પોતાના જીવનમાં જીવ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે. તે સંઘર્ષ દરમિયાન જે અંગ નો ઉપયોગ કરે છે તેનો વિકાસ થાય છે. જિરાફની ડોક ની લંબાઈ વધવી🦕 , પંખીમાં ઉડવા માટે પાંખો નો વિકાસ થવો🕊️, મનુષ્યમાં બુદ્ધિમત્તાનો વિકાસ🧠થવો વગેરે એન આદર્શ ઉદાહરણ છે.
આ મનુષ્યના જીવનમાં પણ આ પ્રમાણે છે આપણા જન્મની વૃદ્ધિ 👨👩👦👦 ૨ ૪ ૬ ૮..ના પ્રમાણે વધતી જોવા મળે છે. તેઓમાં પણ સંઘર્ષ થાય છે અને જે કુદરત સાથે અનુકૂલન સાધી શકે તે ચિરંજીવ બને છે. સમય સાથે મનુષ્ય માં અને તેની બુદ્ધિ ક્ષમતા માં આમૂલ પરિવર્તન જોવા મળે છે. જન્મ સાથે શૂન્યમાં કેળવાયેલું માણસ દિવસ પ્રતિદિવસ વિકાસ થતા પોતાના જીવનમાં દરેક વસ્તુ સંઘર્ષ દ્વારા મેળવવાનો પ્રયત્ન કરે છે અને આ સંઘર્ષમાં નિષ્ફળતા થાય તું તેનું અસ્તિત્વ જોખમાય છે.
જન્મ મનુષ્યના હાથમાં નથી પરંતુ તેના દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠ કર્મ તેને દુનિયા ચોક્કસ યાદ રાખે છે.
સુનિલ કુમાર શાહ