આજ સંભળાયો ધરતી નો ધબકાર
આજ અનુભવ્યુ ધરતી નું સ્પંદન
ખુશ છે આજ ધરતી....
યુગો પછી સાતા મળી છે ધરાને
આજે નથી કોઈ ઘોંઘાટ કે નથી કોઈ પ્રદુષણ...
સંસાર ને ધબકતું રાખવા આજે ધરતી સજે છે શણગાર....
પ્રકૃતિ ના સંગાથે આજ ધરા મનાવે છે ઉત્સવ....
જાણે હાથ ફેલાવીને કહે છે આવ,
સાદ મારો સાંભળ,મને સાચવ મારી અવદશા નો ભાગીદાર ના બન...