એક પૃથ્વી આપણી ભીતર વસતી
સહુ કોઈ માટે એ ફળદ્રુપ રહેતી
હરહંમેશ અન્યની સહાય કરતી..
વહાલનાં વાવેતર કરતી...
એક પૃથ્વી આપણી ભીતર વસતી
ઈર્ષ્યા,અભિમાન અને દંભના પ્રદૂષણ શ્ચસતી
વેરઝેર અને અહમનાં ગ્લોબલ વોમિૅગ સહેતી
સતત ક્યાંક તરડાતી, સતત ક્યાંક કચડાતી
પોતાના ઉઝરડાઓને હળવેથી પંપાળતી
એક પૃથ્વી આપણી ભીતર વસતી...
સૌના કલ્યાણ માટે હરદિન તરસતી....