#લૉકડાઉન
સઘળું અત્યારે મને ભ્રમ લાગે છે.
જિંદગી જીવ્યા પર આજે મને પ્રશ્ન લાગે છે.
નહીં ચાલે જિંદગી જીવવા મને આ.....આ.... વગર
પણ અત્યારે આ.....આ...... વગર 'મારી
જિંદગી ખુબસુરત અને આનંદીત ચાલે છે.
દેખાદેખી અને અસલી જિંદગીનો ફરક
મને આ લૉકડાઉનમાં સમજાઈ છે.
સમાજમાં મોભો બતાવવા બનાવેલું
આ મકાન આજે મને ઘર લાગે છે.
પૃથ્વીનું સાચું સ્વર્ગ મારું આ ઘર
પરિવારનું મહત્વ પણ સમજાવે છે.
આજે જિંદગી ખુબસુરત લાગે છે.
- સોનલ પટેલ