અમદાવાદ શહેર...નો કિસ્સો
કલેક્ટરની ઓફિસે એક બહેનનો સવારે ફોન આવ્યો...
કલેક્ટર સાહેબ, મારા ઘરે બે દિવસથી જમવાનું નથી ઘરમાં કોઇપણ જાતનું રાશન નથી માટે તમે વહેલી તકે મને રાશન મોકલી આપો તો હું મારા પરિવારનું જમવાનું બનાવી શકું...
કલેક્ટરની ઓફિસમાંથી...
ઓકે ઓકે..તમારુ નામ એડ્રેસ ને મોબાઇલ નંબર લખાવો તો તુરંત રાશન તમારા ઘરે મોકલવાની વ્યવસ્થા કરું
નિરાધાર બહેન...બોલ્યા
ઓકે લખો...ફલાણા એક બેન, ફલાણું મારુ સરનામું, ફલાણો મારો મોબાઇલ નંબર.
સાહેબ જલદી કીટ મોકલાવો..
કલેક્ટરે મામલતદાર થકી, સેટેલાઇટ એરિયાની બાજુમાં આવેલ વેજલપુરના સરનામે રાશનની આખી કીટ મોકલી, કીટ લઇ ને આવનાર માણસો બહેનના આ મકાનને જોઇને વિચારવા લાગ્યા કે શું દેશના ગરીબો આવા હોયછે!
એ બહેન તરફથી પ્રાપ્ત થયેલી અંગત માહિતી...
બહેન- નિવૃત્ત શિક્ષીકા.
મકાન- એક કરોડ. (બજાર કિંમત)
રસોડું- છ મહીનાનું ચિક્કાર અંદર રાશન.
છોકરો- ચેન્નાઇમાં ઉચી કંપનીમાં જોબ
લો કરલો બાત____!!!
ભાઇ રેશન કાર્ડ બનાવ્યું છે તો તેનો લાભ પણ સરકારનો લેવો જ પડેને..
તો તો હવે ભારતને વિકાસ કરતા કરતા તો કેટલાં વર્ષ નીકળી જશે!!