"સાવજ"
સાવજ ન હોય, ભીંહ પડયે ભાગે ઇ.
મરદ ન હોય, ન જરૂર પડ્યે જાગે ઇ.
છાળા કરે શિયાળવા, સાવજ બચ્ચો સૂતો હોય.
કેશરી ન હોય, ન ત્રણ ભવને ત્રાગે ઇ.
ગજરાજને ગોથું ખવડાવે, છે ગિરીરાજ.
જોંગદર જટાળો, વડો વિકરાળ લાગે ઇ.
પડે પંજો ને પરધામ મળે પરબારું,
પછી કયું પશુ ? જે પીવા પાણી માગે ઇ!
'દેવ' ડણકું દેતો જાય વિર જેવો વહેતો જાય.
એની દહાડ જાણે શિવનું ડમરુ વાગે ઇ.
દેવાયત ભમ્મર :-