બે પહૉર ની જ તો વાત છે,
પછી આવવાનો ઉજાસ છે.
મધરાત થઈ કાળી ડિબાંગ ને,
સાથે રાતરાણીની સુવાસ છે.
અંતરના બારણાં રાખ ખુલ્લા,
જે દેખાય એજ વિશ્વાસ છે.
માન અડધો પ્યાલો ભરેલો, ને
હજીયે ઘણો એમા અવકાશ છે.
એમ થોડી માને એ હાર અહીં,
આ તો માનવનું હાડ-માસ છે.
-પીયૂષ કુંડલિયા