#તેજસ્વી
તેજસ્વી એ તારલાઓની હરોળમાં હું
એક શ્યામને શોધું છું..
કહી જાય છે એ આખી જીંદગી ક્ષણમાં
હું એ મારા શ્યામને શોધું છું..
ત્રિભોવન નો નાથ છે પણ મા થી ઝૂકી
માટી ખાય છે, આજ તેના ભાલ પર પણ
તેનું તિલક થાય છે, એ ધરતી માતા પણ
તેના શોભાગ્ય પર હરખાય ,સાથે યશોદા ને
એક ચાડી કરતી જાય , મા માટી નું કહે તો
શ્યામ મોઢું ખોલતા ક્ષણમાં જ ત્રિલોક દેખાય છે.
તેજસ્વી એ તારલાઓની હરોળમાં હું
એક શ્યામને શોધું છું..
કહી જાય છે એ આખી જીંદગી ક્ષણમાં
હું એ શ્યામને શોધું છું..
મીરા હું પર્ણીસ તો એ મારા શ્યામ ને
મારું આ જીવન આખું અમર થઈ જાય
એજ તો આવીને વિષ ને અમૃત કરી જય
વન વન શોધતી નાથા ને હદય માં કૃષ્ણ જ
દેખાય. એક દિન આવી એ પળ જેમાં શ્યામ
ની છબી ભીતર એક ક્ષણમાં જ મીરા સમાય
તેજસ્વી એ તારલાઓની હરોળમાં હું
એક શ્યામને શોધું છું..
કહી જાય છે એ આખી જીંદગી ક્ષણમાં
હું એ શ્યામને શોધું છું..
સુનિલ કુમાર શાહ