લોક ડાઉન માં એક ખાલી બગીચા ની વેદના ..
હવે અમને પણ એકલું લાગે છે
પડ્યું વેકેશન પણ ના આવ્યા કોઈ
સવારે ફરતા મોટા લોકો તો સાંજે
રમતા નાના ભૂલકાઓની ખોટ લાગે છે
પ્રેમી પંખીડાઓનું મિલન સ્થળ ખાલી ખમ લાગે છે .
રાત ના બરફ ગોલા અને ખારી સિંગ ની મહેક હવે
સુની લાગે છે .
કોઈ નથી પાડતા કચરો હવે,સ્વચ્છતા અભિયાન
પૂરું લાગે છે .
રાતે હવે નથી આવતું કોઈ બેસવા એકલા
એકલા હવે અમને પણ ડર લાગે છે .
પાસે રહ્યું તળાવ પણ એકલું પડ્યું કહે છે
કોઈ ના વગર એકલું લાગે છે
ફરીથી આરંભ કરો બાલૂડાંઓ તમારા વગર આ હીંચકા,લપસીયા અને બાંકડા સુના લાગે છે.
હવે અમને પણ એકલું લાગે છે..
હવે અમને પણ એકલું લાગે છે.....
-પ્રતીક પાઠક
#ફોટોસ્ટોરી