છે તારું નામ શ્યામ ,
તો મારુ નામ શ્યામલી કેમ નહિ ?
લે આજથી મેં પણ રાખ્યું
મારુ નામ શ્યામલી .
કોઈ દિવસ મળે ને કહેતો નહિ , " કે કેમ મારા નામ પરથી તારું નામ પાડ્યું ?"
આ તો બહુ લગાવ છે ને તારી
જોડે , એટલે જોડાઈ રહેવા માટે ..નામ રાખ્યું શ્યામલી ..
પણ મારા વાલા , કરું તને કાલાવાલા ...
કોઈક દિવસ મને પણ રાસ રમવા બોલાવજે .
તારી વાંસળીના સૂર મનેય સંભળાવજે ...
તારી આ શ્યામલીને શ્યામમય બનાવજે ..
તું જો મારી સમીપ હોઈશ ને તો નહિ લાગે કોઈની નજર .
બસ કરું છું અરજ તને આટલી .
રહે હમેશા શ્યામની સાથે એની આ શ્યામલી .