વાત કરવી છે.
ફૂલ હારે ભમરો ને પણ આખી રાત વાત કરવી છે,
મીઠી, મધુર, મોહક સુગંધ જેવી વાત કરવી છે.
વાયરાને પણ વગડા હારે દિન-રાત વાત કરવી છે,
ઘૂઘવાતા, થથરાતા, થોડું થોભીને વાત કરવી છે.
ઝાડ સાથે વીંટાયેલી વેલને કાંઈ વાત કરવી છે,
લીલી-સૂકી,સુખી દુઃખી સાથે રહેવાની વાત કરવી છે.
સુરજ ના કિરણોને ધરતીને મળ્યાની વાત કરવી છે,
કુમળા ને પ્રખર તાપમાં બેવું મળ્યાની વાત કરવી છે.
પ્રણય ના પંથક માં પગરવ થયાની વાત કરવી છે,
તારા ઝાંઝર ના ઝંકારની 'ગીરીશ' ને વાત કરવી છે.
તારી સાથે થોડી નહિ આખી રાત વાત કરવી છે,
સમણાંઓ ને છુટા મુકી મુલાકાત માં વાત કરવી છે.
✍️ગીરીશ મકવાણા