જીંદગી હજુ બાકી છે યાર
શુ ચુપચાપ બેઠો છે
ઉઠ ને કદમ આગે માંડ
જીંદગી હજુ બાકી છે યાર
ના કર ગમ નો પ્રચાર
તું મળ દોસ્તો ને અટાણ
જીંદગી હજુ બાકી છે યાર
ના બનીશ ઘેલો પ્રેમમાં આજ
માતા પિતાની સાથે સમય ગાળ
જીંદગી હજુ બાકી છે યાર
એક ઝરણું વહે અવિરત
રાહે ભલે પથ્થર ને કંટક અપાર
જીંદગી હજુ બાકી છે યાર
તું પણ છોડી દે ભૂતકાળ
ના વાગોળવામાં સમય બગાડ
જીંદગી હજુ બાકી છે યાર
"ભાવુ" સમજાવે તને એકવાર
ના ભૂત, કર ભવિષ્યનો વિચાર
જીંદગી હજુ બાકી છે યાર
જીગર "બાઝ" કેરું રાખ
ભરીલે ફરી ઊંચી ઉડાન
જીંદગી હજુ બાકી છે યાર
માર હલેસા મહેનતના ચાર
તારી ડૂબતી નૈયા ને તાર
જીંદગી હજુ બાકી છે યાર
ભાવના જાદવ (ભાવુ)