અનોખીપ્રિત - ૧૩
( પ્રિતમનું મગજ સુન્ન થઇ જાય છે,અનોખી ગાયબ છે.... હવે આગળ...)
વિડિયોના દ્રષ્ટિકોણથી જોતાં એ વિડિયો કબાટમાંથી કેમેરો રાખીને લીધેલો હોય એવું લાગે છે.પ્રિતમ ઉભો થઇને કબાટ ખોલે છે,દરવાજાની અંદરની તરફ લોહીના ધબ્બાવાળું શર્ટ લટકી રહ્યું છે,પ્રિતમ હિંમત કરીને બીજો દરવાજો ખોલતાં જ જુએ છે કે, અનોખી અને કોઇ છોકરીના ફોટાથી આખા કબાટનું એ ખાનું સજાયેલું છે.અને એક ગ્રિટિંગ લગાવેલું પડ્યું છે.એની પર લખ્યું છે," મીસ યુ માય બેસ્ટેસ્ટ બેસ્ટી - અસ્મા". નીચે અનોખીની પર્સનલ ડાયરી ખુલ્લી પડી છે. પ્રિતમ ડાયરી લઇ વાંચવા લાગે છે.
અસ્માખાન... અસ્મા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. હું અને અસ્મા મળ્યા ત્યારથી મારી જિંદગી રંગોથી પરિપૂર્ણ થઇ ગઇ હતી. કોલેજના પ્રથમ દિવસથી જ હું એની સાથે ભળી ગઇ હતી.હિટલર જેવા બાપથી છૂટીને અહિંયા કોલેજ કેમ્પસમાં આવીને પોતાને એકદમ આઝાદ અનુભવતી હતી. જીવન જીવવાનું એની પાસેથી જ મને શિખવા મળ્યું હતું. કોલેજમાં એ જ્યાં જતી ત્યાં છવાયેલી રહેતી. આખી કોલેજના છોકરાઓ એના દિવાના હતા. પરંતુ એની બહેનના લવમેરેજ ના કારણે એ આ બધાથી દૂર રહેતી. પિતાજીનો જ્યારે ફોન આવતો ત્યારે થોડી ઉદાસ રહેતી. કારણ કે એના પિતાજી મોટી બહેનનું તાનું મારી ને કહેતા કે," ફક્ત ભણવામાં ધ્યાન આપે છે ને? કે પછી તારી બહેનની જેમ તારેય રફુચક્કર થવાનું છે?"... આવી વાતોથી એ થોડી અપસેટ રહેતી. પણ કહે છે ને કે,"વારંવાર લાગતા ઘાવ પછી નાસૂર બની જાય છે",એમ અસ્માને પણ આની આદત પડી ગઇ હતી. જરાવાર ઉદાસ રહેતી પણ પાછી મોજમાં આવી જતી.
એક દિવસ કોલેજના એક સમારોહમાં પહેલી વાર પ્રિતમને જોયો.ત્યારથી એના પર મોહી પડી. પરંતુ એ આ વાતથી અજાણ હતો. અમે બંને એક જ કોલેજમાં હતા,એક જ કેમ્પસમાં રહીને પણ અમે યોજનો દૂર હતા. એ પૂર્વ તો હું પશ્ચિમ. એક નદીના બે કિનારા. એ મિત્રો સાથે ખુદમાં જ મસ્ત રહેતો. અને કોલેજની સારી સારી છોકરીઓ એની આગળ-પાછળ એક નજર માટે તરસતી,પણ પ્રિતમ ફકત એના કરિયર પર ધ્યાન આપતો,એ આ બધાંથી દૂર રહેતો. એનો મિત્ર સાગર અને રાજ એને કહેતા પણ ખરા કે,"આ ગોલ્ડન પિરિયડ ફરી બીજી વાર નહીં આવે." અને એ કહેતો કે,"કાબેલિયત હશે તો સમય હંમેશા તમારી સાથે જ રહેશે."
ધીરે ધીરે દિવસો જતા હતા,એક દિવસ અસ્માએ મને આવીને કહ્યું કે,"મને એવું લાગે છે કે પ્રિતમ પણ તારા પ્રત્યે લાગણીશીલ છે." તો મેં એની વાતને હવામાં ઉડાવી દીધી. બીજા દિવસે કોલેજ કેમ્પસમાં હું અને અસ્મા ઉભા હતાં,પ્રિતમે દૂરથી હાથ હલાવીને "હાય" કહ્યું. મને પણ એવું લાગ્યું કે એણે મારી તરફ હાથ ઉંચો કર્યો,એ વાતથી અજાણ કે મારી પાછડ સાગર ઉભો હતો અને પ્રિતમે સાગરને "હાય" કહ્યું છે. બસ મને પણ અસ્માની વાત સાચી લાગી કે,પ્રિતમ મારી તરફ કૂણી લાગણી ધરાવે છે." અસ્માને પણ એવું જ લાગે છે કે પ્રિતમ મને જ કહી રહ્યો હતો.
અસ્મા પ્રિતમને હેરાન કરવાનો પ્લાન બનાવે છે,અને મને સાથે લઇ જાય છે. પ્રિતમ અને એના મિત્રો ઉભા હોય છે એની થોડે દૂર બેસીને પ્રિતમના નામની બૂમ પાડીને અવળું જોઇ જાય છે. આવું બે-ત્રણ વાર કરે છે પરંતુ પ્રિતમ આડું અવડું જોઇને કોઇ નથી એમ માની જતો રહે છે. અમે બંને હોસ્ટેલ રુમ પર પાછી આવી જઇએ છિએ.અને અસ્મા શાવર લેવા જવાની તૈયારી કરતાં કહે છે," મને તો એમ હતું કે એ આપણી પાસે આવશે. પણ આ તો ધ્યાન આપ્યા વગર જ જતો રહ્યો ". મેં કહ્યું," અરે પાગલ હું તો ડરી રહી હતી કે અહિંયા આવી જશે તો જવાબ શું આપીશું?".અસ્માએ કહ્યું અરે,"પ્યાર કિયા તો ડરના ક્યા?" હવે તો જવાબ લેવો જ પડશે. મેં કહ્યું "શાનો જવાબ?" તો કહે કે,"તું અનોખીને પ્રેમ કરે છે કે નહીં?" આનો જવાબ. મેં કહ્યું," તો શું હશે આનો જવાબ?" તો અસ્મા ટાવેલ વીંટાળીને બહાર આવતાં બોલે છે,એ આવી રીતે પ્રપોઝ કરશે
" આઇ લવ યૂ ટૂ,ડાર્લિંગ...યૂ આર માય સ્વીટ હાર્ટ... કહી હાથ પર કીસ કરશે ઉમ્મ્મા".
મને એ ખુબ સારું લાગ્યું,એટલે મારા ફોનમાં વિડિયો ઉતારતાં કહ્યું,"કેવી રીતે? કેવી રીતે? ફરી એકવાર બોલ તો.." એણે કહ્યું,"ના હવે હું નહીં કહું." મેં કહ્યું પ્લીઝ એકવાર... તો એણે ફરી વાર કહ્યું,"કે એ આવી રીતે પ્રપોઝ કરશે
" આઇ લવ યૂ ટૂ,ડાર્લિંગ...યૂ આર માય સ્વીટ હાર્ટ... કહી હાથ પર કીસ કરશે ઉમ્મ્મા." એમ કહી એ શાવર લેવા જાય છે. અને મેં એ વિડિયો સેવ કર્યો અને વાંચવા લાગી ગઇ.
બીજા દિવસે કોલેજના ફ્રી પિરિયડમાં હું અને અસ્મા કેન્ટીનમાં જઇ રહી હતી ત્યારે પ્રિતમ અને એના મિત્રોને સામેથી આવતા જોઇને અસ્મા કહે છે કે," જો તારો હિરો આવી રહ્યો છે ". એ લોકો અમારી પાસેથી પસાર થઈ જાય છે. અને અમે કેન્ટીન તરફ જતી રહીયે છીએ. એમાથી સાગર અમારી ક્લાસરુમ પાસે ઉભો રહીને પ્રિતમને બોલાવે છે,
સાગર: " હેય રાજ-પ્રિતમ આ છોકરીઓ અહીંયા એમનો મોબાઇલ ભૂલી ગઇ છે."
પ્રિતમ : તો?
રાજ : શું તો? અરે છોકરીઓ એક-બીજીઓને કેવા ફની મેસેજ મૂકતી હોય છે.
સાગર : એ જ તો... ચાલો જોઇએ.. મઝા આવશે.
પ્રિતમ : એય, પાગલ છો કે બંને? આવું ના કરાય.
સાગર : એકવાર જોઇને રાખી દઇશું યાર...
રાજ : હા ભાઇ,એમાં શું થયું? જસ્ટ ચિલ્લ...
સાગર : હું જાઉં છું. ફોન લઇ આવું
રાજ : (રોકતાં) એ ઝંડૂ,તું જઇશ તો નક્કી પકડાઈ જઇશ.ભાઇ આ કામ માટે પરફેક્ટ છે, કોઇ શંકા પણ નહીં કરે.
પ્રિતમ : બિલકુલ નહીં. હું નથી જવાનો.
રાજ : છોડો,હું જ જાઉં છું.
પ્રિતમ : (અટકાવીને) તું એમ નહીં માને ને? ઉભો રહે અહિંયા જ,હું લાવી આપું છું.
આમ કહી રાજ ક્લાસરુમમાં જઇને અનોખીનો ફોન લઇ આવે છે અને સાગરને આપે છે.
પ્રિતમ: આ લો,શું જોવું છે એ જલ્દીથી જોઇને ફોન પાછો આપો.
સાગર: (રાજ ને) જો જો જલ્દીથી.
રાજ : (ગેલેરી ખોલીને ) અરે યાર આમાં તો હોટ વિડિયો છે.
સાગર: શું વાત કરે છે,બ્લુટૂથ ઓન કરીને શેયર કર જલ્દીથી.
પ્રિતમ : અરે પાગલ,આ શું કરી રહ્યા છો?
રાજ : કંઇ નહીં યાર.
પ્રિતમ : જે કંઇ કરો છો એ જલ્દી કરો કોઇ આવી જશે.
આ તરફ અનોખીને ફોન યાદ આવતાં ઉભી રહી જાય છે.
અસ્મા : શું થયું?
અનોખી : અરે ફોન ક્લાસરુમમાં જ રહી ગયો.
અસ્મા : ચાલો લેતા આવીયે.
અનોખી : ચાલો.
આ તરફ વિડિયો ક્લીપ લઇને રાજ ફોન પાછો પ્રિતમને આપી દે છે, અને પ્રિતમ ફોન રાખતો જ હોય છે ત્યાં દૂરથી અસ્મા અને અનોખી એને જોઇ લે છે. પ્રિતમ અને એના મિત્રો જતા રહે છે.
અનોખી : અરે આ તો મારો ફોન હતો.
અસ્મા : જોયું,મેં કહ્યું હતું ને કે," એ તારી પાછડ પાગલ છે"
અનોખી : તો??
અસ્મા : તો એમ કે," એણે તારો નંબર લેવા માટે ફોન લીધો હશે". હવે એ તને સીધો કોલેજ પૂરી થતાં કોલ કરશે.
અનોખી શરમાઇ જાય છે. કોલેજ પૂરી થાય છે.
સાંજ પણ આમ જ ફોનની રાહમાં નીકળી જાય છે. અસ્મા વાંચતી વાંચતી કહે છે કે," આટલું બધું ના વિચાર... આજ નહીં તો કાલ ફોન આવશે જ,ચાલ હવે ભણવામાં ધ્યાન દે."
આમજ રાત પણ વીતી જાય છે.
બીજા દિવસે અમે બંને કોલેજ પહોંચી તો બધાં અસ્માની સામે જોવા લાગ્યા,અસ્માએ મને કહ્યું," આ બધાં આમ કેમ જોઇ રહ્યા છે મારી તરફ,મારા મોઢા પર કંઈ લાગ્યું છે કે?" મેં કહ્યું,"ના કંઈ જ નથી". તો પછળથી અવાજ આવ્યો,"આવી ગઇ બ્યૂટી ક્વીન,બીજો વિડિયો ક્યારે બનાવવાની છો?"... અમને બંન્નેને કંઇ સમજાયું નહીં.અમે ક્લાસમાં પહોંચ્યા તો એક છોકરો બીજા છોકરા સામે જોઇ બોલ્યો,
"આઇ લવ યૂ ટૂ,ડાર્લિંગ...યૂ આર માય સ્વીટ હાર્ટ... ઉમ્મ્મા."
આટલું બોલતાં જ પાછડથી પ્યૂન આવીને બોલ્યો," અસ્માખાન કોણ છે? આચાર્ય બોલાવે છે ". હું અને અસ્મા આચાર્યની ઓફિસ પાસે પહોંચ્યા તો ત્યાં અસ્માના માતા-પિતા આવેલા હોય છે. અને પેલી વિડિયો ક્લીપ ના લીધે એમને આચાર્ય ખુબ સંભળાવે છે. અસ્મા એમને સમજાવવાની ખૂબ કોશિશ કરે છે પણ કોઇ માનતું નથી. અને અસ્માના પિતાજી બોલ્યા કે," આવું કરવા કરતાં મરી કેમ ના ગઇ? ઉભી જોઇ શું રહી છે ક્યાંક જઇને ડૂબી મર"... આમ કહી જતા રહ્યા.
અસ્મા મારી પાસે આવીને બોલી," મેં કહ્યું હતું ને કે,વિડિયો ના બનાવ,વિડિયો ના બનાવ.. બધું ખતમ થઇ ગયું .અમે બંને પાછાં રુમ પર આવતાં રહ્યાં. મેં કહ્યું કે,"આ બધું મારા લીધે થયું ને?"
અસ્મા :(રડતાં) ના યાર,તેં કંઈ નથી કર્યું?
જોયું નહીં વિડિયો મુકવા વાળા અને જોવા વાળા બધાં કેવા શરીફ બની ગયા. અને એ વિડિયોમાં દેખાતી હું, એક ગંદી છોકરી બની ગઇ... જન્મ આપનાર બાપે પણ કહી દીધું કે,"જઇને ડૂબી મર ક્યાંક "
હું : ના અસ્મા. આવું ના બોલ. મરવાની વાત ના કર. આપણે અહિંયાથી દૂર જતા રહીશું. કોઇ આપણને ઓળખે નહીં ત્યાં જતાં રહીશું.
અસ્મા : હાઁ, જતાં રહીશું અનોખી,ખૂબ દૂર જતાં રહીશું. પણ તું મારી એક મદદ કરીશ?
હું : હા બોલને.
અસ્મા : મને આજ એકલી રહેવા દઇશ ?
હું : ના અસ્મા... હું તને બિલકુલ એકલી નહિં મૂકું.
અસ્મા : પ્લીઝ,હું કંઇ આડુંઅવળું નહીં કરું.
કાશ મેં એને એકલી રહેવા ના દીધી હોત! તો એ આજે જીવતી હોત. હાઁ, એને એકલી મુકતાં જ એણે કોલેજની છત પરથી પડતું મુક્યું.એ મને છોડીને જતી રહી...
ડાયરી પૂરી થાય છે...
પ્રિતમ અનોખીને કોલ કરે છે. અનોખી ફોન ઉપાડીને પ્રિતમને બાલ્કનીમાં આવવાનું કહે છે. પ્રિતમ બાલ્કનીમાં આવીને જુએ છે તો,સામેની બિલ્ડિંગની છત પર અનોખી ઉભી છે. અને કહે છે કે," પોતાના ખોવાઇ જવાની પીડા તને થવી જોઇએ." અને વિગતે બધી વાત કરે છે કે,રાજ ને કેવી રીતે વિડિયો ક્લીપ દ્વારા નોકરીમાંથી કઢાવ્યો,સાગરને કેવી રીતે વિડિયો ક્લીપ દ્વારા ફસાવ્યો, તને કેવી રીતે વિડિયો ક્લીપ દ્વારા દુનિયા સામે નગ્ન કરી દીધો. એ બધું જ...
પ્રિતમ: ઉતાવળમાં કંઇ જ ના કરજો પ્લીઝ.
અનોખી : સોરી,પ્રિતમ,હવે જીવીને શું કરવાનું?
પ્રિતમ: (સામેની બિલ્ડિંગ તરફ દોટ મૂકે છે ) પ્લીઝ કૂદીશ નહીં,હું આવું છું... પ્લીઝ...
અનોખી : જલ્દી આવ,પ્રિતમ. મારે તને જોવો છે.
પ્રિતમ : (છત પર પહોંચીને) પ્લીઝ અનોખી,નીચે ઉતરી આવ.
અનોખી : પોતાના ને ખોવાનું દર્દ તને ખબર પડવી જોઇયે પ્રિતમ...
પ્રિતમ : આમાં મારો શું વાંક? જે કર્યું એ,એ લોકોએ કર્યું. મને તો કંઇ ખબર જ નહોતી ને?
અનોખી : તારે કરવું જોઇતું હતું,પ્રિતમ... તેં કંઈ જ ના કર્યું. તારે રોકવા જોઇતા હતા એમને.
પ્રિતમ : (અનોખીની નજીક જતાં)હું પ્રેમ કરું છું તને... આઇ લવ યૂ યાર..
નીચે આવી જા...
અનોખી : (ડરાવતાં) ત્યાં જ ઉભો રહે,નહીંતર હું કૂદી જઇશ.
પ્રિતમ : પ્લીઝ,નીચે આવ...
અનોખી : હું પણ તને ખુબ પ્રેમ કરતી હતી. તારી સાથે જીવન જીવવાના સપના હતા મારા, પણ ત્યારે તું તારી દુનિયામાં હતો.
પ્રિતમ : મને પસ્તાવો છે... આપણે નવેસરથી શરુઆત કરશું,તું બસ નીચે આવી જા,એકવાર.
અનોખી: આપણી પ્રેમકહાનીમાં આપણે એક માસુમ પરીનો જીવ લઇ લીધો પ્રિતમ... આ બોજ સાથે મારાથી નહીં જીવાય હવે તારી સાથે ... આઇ લવ યૂ... પ્રિતમ...કહીને પડતું મુકી દે છે...
સામસામી કારમી ચિસો ગૂંજી ઉઠે છે.
"અનોખીઇઇઇઇઇ....!!!!"
"પ્રિતતતતતત.....!!!!"
...... સમાપ્ત......