દ્વારિકા માં કોઈ તને પૂછશે કે કાન...
ઓલી ગોકુળમાં કોણ હતી રાધા.?
તું શું રે જવાબ દઇશ માધા....???
તારું તે નામ તને યાદ ન'તું,
તે'દી થી રાધા રમતી'તી સાત કોઠે...
રાધા વિણ વાંસળીના વેણ નહિ વાગે
તે શીદને સોગંદ એવા ખા'તે....કોણ છે આ રાધા..??
અને પછી...કાનો કહે છે...
ગોકુળ ને વૃંદાવન, મથુરા ને દ્વારકા એતો...
પંડે છે પહેરવાના વાઘા....
રાજીપો હોય તો અંગ ઉપર ઓઢીએ...
નહીંતર રખાય એને આઘા...
આ સઘળો સંસાર મારા સોળે શણગાર..
પણ અંતરનો આધાર એક રાધા...
હવે પૂછશો મા કોણ હતી રાધા....
હવે પૂછશો મા કોણ હતી રાધા....
Jasmin
#પુછવું