મિત્રતા
સૂર્યમુખી નું ફૂલ જેમ સૂર્ય નો પ્રકાશ નો સ્પર્શ થતા પોતાનું સોંદર્ય ખીલવે છે, તેમ જ આપણું હ્દય જેમને જોય ને જેમના છાયા માં નિઃસંદેહ થઈ ને પોતાની દિલ ની વાત કરી શકે એ સાચો મિત્ર.
મિત્ર મિત્ર મિત્ર મિમામી ત્રહ છાયા દદામિ.
અર્થાત કે હે મિત્ર તારી છાયા ની જ હું કેવળ જખના કરું છું મને એ તું આપ
પહેલા તો આપણે એ મિત્રતા ના અતૂટ બંધન ને સમજવા નો પ્રયત્ન કરીએ .
મિત્રતા એ એવો અતૂટ નાતો હોય છે કે જેમ કાપડ ના વણાટ માં એક ધાગો બીજા ધાગા સાથે મજબૂતાઈ થી સંકળાયેલો હોય છે એમજ એક મિત્ર બીજા મિત્ર સાથે આ વણાટ રૂપી બંધન થી જોડાયેલો હોય છે
સાચી મિત્રતા એ અચાનક થતા લાભ જેવી છે આપણે કોઈ હેતુસર નહિ પણ અચાનક થતા કોઈ સંવાદ અથવા અજુગતી મુલાકાત માં જ એ પવિત્ર રિશ્તા નું સર્જન થતું હોય છે અને જો એ કોઈ સ્વાર્થ સીમિત હોય તો તે કોઈક પથ પર આવી ને શમી જાય છે
પણ આ નિસ્વાર્થ મિત્રતા ની ગાથા કંઈક અલગજ છે
જે મિત્ર ને તેના પરમ મિત્ર તરફ થી નિસ્વાર્થ મિત્રતા ભેટ માં મળે છે એનું જીવન સ્વર્ગ રૂપી સુખ માણવા જેવું બની જાય છે ક્યારેક એવું ભી બને કે આપણાં મિત્ર ના ક્યાં ગુણો ને કારણે આપણે એના સ્નહે એના સંગાથ ને જંખીએ છીએ એ વિષે જરા પણ ખ્યાલ નથી હોતો પરંતુ આપણું દિલ એને સદાય જંખે છે