ફફડાવી પાંખો,નિશ્ચય સાર કરી લે,
મનમાં વિશ્વાસ,. તું ધરાર કરી લે;
બહિરંગ જીવન છે, શૂન્યનું સર્જન,
અંતરંગ શૂન્ય માં, તું એકરાર કરી લે;
તૃષ્ણાની તલવાર, લટકાવી રા ખીને,
ભોક્તા વૃત્તિનો ,તું હવે ભાર હરી લે;
મફતમાં મળતું નથી, કર્મબીજ ન્યાયે,
કર્મ નિષ્કામ ભાવે, તું પ્યાર કરી લે;
આનંદ સ્વરૂપથી, અજાણ છે માટે જ,
સમાહિત ચિત્તે વિરામ, તું યાર કરી લે;