હોંશેહોંશે તમે હોશ માં લાવી દેજો,
અસ્તિત્વ તમારું ચૈતન્ય લાવી દેજો;
ભૂલ્યા ત્યાંથી ફરી,:ગણવું જિંદગી,
હિસાબ પાકો ચોપડે, નોંધાવી દેજો;
સ્વરૂપ સઘળા , ચૈતન્ય મય જાણો,
આત્મા અનન્ય ભાવે, સાંખી લેજો;
માયિક ઢીંગલા ઢીંગલી ,ખેલ ખેલીને,
અસલી વરરાજા ને , પરણાવી દેજો;
આનંદ મંગલ સ્વરૂપ માં ઠહેરાવ કરી,
જીવન યાત્રા ને સફળ બનાવી લેજો;