Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહેકતી પળોનો , અમે સરવાળો કર્યો છે,
વાગોળતા સ્મૃતિમાં, સરવાળો કર્યો છે;

બાદબાકી અનાયાસે થતી રહેતી ત્યાગમાં,
પ્રેમની અભિવ્યક્તિ માં, સરવાળો કર્યો છે;

જુદાઈ ના દુઃખોને, ગળે વળગાડી સહજે ,
ઈન્તેજારીમાં આંસુઓ, સરવાળો કર્યો છે;

દર્દ ને ઝખ્મો તાજા , રાખવા સદાય હસતા,
મૌની ગુલાબી આંખો માં, સરવાળો કર્યો છે;

પ્રિતની રીત ન્યારી ,સુખ પ્રિયતમ માં જોતી,
આનંદ ત્યાગી ને અહંકાર,સરવાળો કર્યો છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111403236
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now