Gujarati Quote in Story by Kamlesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અનોખીપ્રિત - ૧૨

( એક વન સાઇડ લવર અનોખીને રુમની અંદર લઇ જઇને વિડિયો રેકોર્ડર ચાલુ કરે છે, હવે આગળ....)
આ તરફ અનોખીનો ફોન બંધ આવતાં પ્રિતમ અનોખીને મનાવવા માટે હોસ્ટેલ આવે છે. પ્રિતમ જેવો અનોખીના ફ્લોર પર પહોંચે છે કે એને અનોખીની એક સેન્ડલ લિફ્ટના દરવાજા વચ્ચે ફસાયેલી અને એક લોબીમાં પડેલી દેખાય છે. પ્રિતમને આભાસ થઇ જાય છે કે નક્કી કંઇક ન થવાનું થયું છે.એ અનોખીના રુમનો દરવાજો ખખડાવે છે. પરંતુ કોઇ ખોલતું નથી. જોર જોરથી દરવાજા પર મારે છે પરંતુ કોઇ ઉત્તર ના આવતાં પ્રિતમ દરવાજો તોડવાના નાકામ પ્રયાસ કરે છે. પ્રિતમ આમ તેમ નજર કરે છે,તો દિવાલમાં લાગેલી આગ ઓલવવાની સૂકા કાર્બનની ટાંકી દેખાય છે. પ્રિતમ એ ટાંકી કાઢી દરવાના ઓટોલોક વાળા હેન્ડલ પર જોરદાર પ્રહાર કરે છે. બે-ચાર પ્રહારમાં જ દરવાજો ધડામ દઇને ખૂલી જાય છે. પ્રિતમ ઝડપભેર અંદર ઘૂસે છે. અને જુએ છે તો અનોખીને બાંધીને રાખી મૂકી છે. અને કોઇ નરાધમ વિડિયો બનાવી રહ્યો છે. પ્રિતમને અચાનક આવેલો જોતાં જ એ ડઘાઇ જાય છે.અને ભાગવા માંડે છે. પ્રિતમ એના પર લાતનો જોરદાર પ્રહાર કરે છે. લાત વાગતાં જ પેલો ફર્શ પર ઢળી જાય છે. પ્રિતમ કેમેરો ઝૂંટવવાનો પ્રયાસ કરે છે,પણ પેલો કેમેરાનો ઘા કરે છે. અને કેમેરો સીધો પાણીમાં જઇને પડે છે. પછી તો પ્રિતમ એને ઢોર માર મારીને પોલીસ બોલાવે છે અને અનોખીને બંધન મુક્ત કરી બેડ પર સુવાડે છે. પોલીસ આવતાં સુધીમાં અનોખી પણ ભાનમાં આવી જાય છે. અને પ્રિતમને પાસે જોતાં જ ભેટી પડે છે.ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. પ્રિતમ એને શાંત પાડે છે. અને બધું બરોબર છે એમ કહી ઢાઢસ આપે છે. ત્યાર બાદ એ નરાધમને પોલીસના હવાલે કરી અત્યાર સુધી બધાંને કેટલા હેરાન કર્યા છે, એની ફરિયાદ કરે છે. અને સખતમાં સખત સજા થાય એવી માગણી કરે છે. પોલીસ એ નરાધમને હાથકળી પહેરાવી લઇ જાય છે.
પ્રિતમ અને અનોખી એકલા પડે છે. પ્રિતમ કંઈક કહેવા જાય છે,પણ અનોખી એને રોકી દે છે,અને એના ખભા પર માથું ટેકાવીને બેસી જાય છે. બંન્ને તરફ આજે મૌન છે. આટલા દિવસથી ચાલતી દોડ-ધામનો અંત આવી ગયો છે . અપરાધી પોલીસની ગિરફ્તમાં છે. અને બે પ્રેમી-પંખીડાં એકબીજાના આલિંગનમાં ગિરફ્ત છે. આજે બંન્નેને પ્રિતની બધીજ ક્ષણો એકસાથે જીવી લેવી છે.આજ અનોખી અને પ્રિતમની અનોખીપ્રિત ચરમસીમા પર છે. સમગ્ર સંસારને એક આરે મૂકી બે જીવ તન-મનથી એકબીજામાં સમાઇ રહ્યા....
લતા દિ' નું,"વો કૌન થી" ચિત્રપટનું ગીત ગૂંજી રહ્યું,
" લગ જા ગલે..હં હં.. હસીન રાત.. હં હં...
લગ જા ગલે,કે ફિર યે હસીન રાત હો ના હો,
શાયદ ફિર ઇસ જનમ મૈં,મુલાકાત હો ના હો...

એક નવીનતા જન્મી છે આજે. બધું નવું છે. એક નવી સવાર ઉગી છે, એક નવી રાહ મળી છે જીવનની, એક નવા શિખર પર છે અનોખીપ્રિત, એક નવી પ્રફુલ્લતા છે મનમાં,અને એક નવા એહસાસ સાથે પ્રિતમ ઊંઘમાંથી જાગે છે. બેડ પર અનોખી નથી. પ્રિતમ સાદ પાડે છે,અનોખી... અનોખી.... કોઇ ઉત્તર આવતો નથી. પ્રિતમ સફાળો ઉભો થઇ કિચનમાં જુએ છે,ત્યાંય કોઇ નથી. પ્રિતમ આખું ઘર ફેંદી વળે છે. કોઇ દેખાતું નથી. પ્રિતમ અનોખીને કોલ કરવા માટે ફોન હાથમાં લે છે,તો એમાં એક વિડિયો ક્લીપ આવેલી હોય છે.
ક્લીપ જોતાં જ પ્રિતમ બેડ પર ફસડાઇ પડે છે.મગજ સુન્ન થઇ જાય છે.શું કરવું,શું ના કરવું કંઇ સમજાતું નથી. ગત રાત્રીની બંન્નેની અંગત ક્ષણોની ક્લીપ છે અને અનોખી ઘરમાં ક્યાંય નથી.

(.... ક્રમશઃ....)

Gujarati Story by Kamlesh : 111402982
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now