એક થયા ના જુદા...........
કાના !......
હું ખડખડ વહેતી નદી ને,
તમે હતા કિનારો......
સમય ની તાપીસ મા હું આગળ વહેતી રહી.
તમે અડીખમ ઉભા રહ્યા.... :
હું હતી બગીચા નું પુષ્પ ને,
તમે આવ્યા ભમરો થઈ ને.
નિરખ તા રહ્યા મારી સુંદરતા......
મારો મધુર રસ આરોગ્યો નહી......
પણ......... પણ.. !
શુ કહુ તમને :રાધે....
"તમે બનિયાં મીઠી મધ ની ધાર.......
ને હું હતો ડાયાબિટીસ નો દર્દી ".........
તમે હતો ધરતી.....
ને હું હતો માવઠા નો મેહુલિયો.....
કાળક્રમ ન બંધને રોકાયો ન :
આમ, રાધે તમે ને હું.
ન એક થયા ન જુદા.