તું ભૂલી ગઈ છે, તું કોણ છે,
યાદ કર એ સ્કૂલ કોલેજના દિવસ,
આજે એ બધું તું ભૂલી ગઈ છે.
આજે બીજાની દેખાઇમાં પોતાની જાતને
તું ભૂલી ગઈ છે.
તે લાઈફમાં સપના જોયા હતા
તું ભૂલી ગઈ છે.
એકલા રહેવામાં પણ તું તારી જાત ને ભૂલી ગઈ છે.
સપનો નો રાજ કુમાર મળ્યો, પણ ખુશ રાખવામાં,
તું ભૂલી ગઈ છે.
બીજાની સારસંભાળમાં તારી હેલ્થમાં જોવાનું
તું ભૂલી ગઈ છે
તું દુનિયા માટે બધું કરે પણ તારા માટે કરવાનું
ભૂલી ગઈ છે.
તને ગમતું બધું કરતી હતી
તે પણ ભૂલી ગઈ છે.
હજી પણ સમય છે. તારી જાતને ઓળખવાનો
નહિ તો સમય આવતા ખુદને ભૂલી જઈશ.
તું કોણ છે.
@prit_ki_lines