#શૂન્ય
કદીક મન તો, કદીક તન બોલે છે.
વાણી ના વિરામ માં મૌન બોલે છે:.
શબ્દ માં શું તોલવાનું છે, ભાવ થી
અતરંગ શૂન્ય માં, આનંદ બોલે છે;.
બેહદ માં જીવતા રહ્યા છે, બેહિસાબ.
હદ માં દુનિયાદારી, કમાલ બોલે છે;
અબોલા હોઈ ,સ્વાભાવિક રિસામણાં.
માનમણા માં કદી, દિલલગી બોલે છે;
હું હું તું તું ,માં ઝગડો, ઉદાસીનતા ને
આનંદ માં પ્રેમ થી, નયન કટાક્ષ બોલે છે....