#lockdown #રસોઈ #રસોડું #kitchenquotes
મસાલેદાર Lockdown
હમણાં તો સાવ છુટ્ટી જ નથી
ના તહેવાર.. ના રવિવાર 😐
ના bday.. ના anniversery
એકેય ટાઈમ ફ્રી જ નથી 😑
કોક'દી ઢોસા તો કોક'દિ વડા
પાવભાજી ઉત્તપમ ને રગળા 😋
પાછું હારે સેવ પુરી ને ગાંઠિયા
એકેય ટાઈમ સાદું જ નહીં 😏
જીભ નાખે ચસ્કા ને ખુલે ડબરા
પછી તાવળી ને તેલ માં મસાલા 🤗
રાઈ જીરું હળદર ને હિંગ ના તળકા
બાકી સ્વાદિષ્ટ થાય જ નહીં 😎
કેવી મારી હાલત.. કોણ સમજે વ્યથા
હવે તમે જ સમજી જાવ ને આ કથા !
હું છું રસોડા ની એક પેટી.. મસાલા.
😋😋