#શૂન્ય
લાડુ નો ભર્યો થાળ ,
શૂન્ય એ ધર્યો હાથ ,
એકડા એ માર્યો ધક્કો ,
કહે ચલ હટ , હું પહેલો,
ચલ દોસ્ત તું પેહલો ,
આપણ ને તો ભાવે સહિયારું ,
"હું" ની આપી આહુતિ ,
દુનિયા ને કરી દીવાની ,
એકલે એકડે ઝાલી હાથ શૂન્ય નું,
કહ્યું "માફ કર દોસ્ત ,
સમજાઈ ગયું રહસ્ય અદભુત,
પાછળ છતાં આગળ નું".
- Mahek Parwani