" માં " ની યાદ
જીવન ની દરેક ક્ષણો માં,
ઓ "માં" તું બહુ યાદ આવે છે !!
તારી દરેક લાગણી ભરી શિખામણ માં,
શૂન્ય માંથી સાધેલી મારી પ્રગતિ માં,
ખુશી માં કે ગમ માં,
આગળ વધવા માં કે
મારી કોઈ નિષ્ફળતા માં,
દરેક સારા પ્રસંગ માં કે
ન ગમતી માઠી ક્ષણો માં,
આશીર્વાદ દેતી તારી,
વાણી ની દરેક પળોમાં ,
અસી જીવન ના દરેક પ્રસંગો માં,
ઓ "માં" તારી બહુ યાદ આવે છે!!!!
#શૂન્ય