હું લગભગ નવમાં ધોરણમાં ભણતો હતો તે સમયે મારી ઉમર નાની હતી તે સમયે મને ફિલ્મો જોવાનો ખુબ શોખ ભણવામાં હું ઢ હતો પણ મારી વિચાર શક્તિ નાની ઉમરે પણ ઘણી તેજ હતી પણ ભણવામાં રસ બિલકુલ નહી વારંવાર નાપાસ થતો પણ છેવટે મે પરાણે પરાણે બીકોમ પાસ કર્યુ...
તે સમયે એક દિવસ રવિવાર હતો ને હું મારા ઘરની નાની અગાસીમાં એકલો બેઠો હતો આકાશ તરફ મોં રાખીને આમ તેમ ઉડતા નાના મોટા પક્ષીઓ નિહાળતો હતો એવામાં મને એક વિચાર આવ્યો કે ચાલને એક ફિલ્મની વાર્તા લખું!
બસ આ વિચાર સાથે મે એક ફિલ્મ વાર્તા લખવાનું ચાલું કરી દીધું
પછી મગજમાં એક શબ્દ ચકરાવા લાગ્યો તે હતો જેલ...
લખ્યા પછી મે બાય પોસ્ટ કોઇ એક ફિલ્મ ડાયરેક્ટર ઉપર મુંબઇ મોકલી પહોંચ્યા પછી તેમને મળ્યાની સહી વાળી એક ચબરખી પણ મને મળી
લગભગ એક વરસ સુધી મુંબઇથી એ ફિલ્મ વાર્તાનો કોઇ જવાબ ના આવ્યો કે ના ફીલ્મ બની ને પછી સમય જતાં હું પણ એ વાત ભુલી ગયો..
બનવાકાળ એક દિવસ એવું બન્યુ કે હું ને મારો એક સ્કુલ ભાઇબંધ એક દિવસ ફિલ્મ જોવા શહેર ગયા,
ફિલ્મ હતી "કેદી નંબર ગ્યારહ" થીયેટરમાં ટીકીટ લઇ ને અમે અંદર બેઠા ફિલ્મ ચાલુ થવાની તૈયારીમાં હતી એકા એક થિયેટરમાં અંધકાર છવાયો ને સાથે લોકોનો નકામો ઘોઘાટ પણ બંધ થઇ ગયો તુરંત જોરદાર સંગીત સાથે પરદા ઉપર ફિલ્મ ચાલુ થઈ એક પછી એક દ્રશ્ય આવતા ગયા ને એ દ્રશ્યો જોઇને મારુ મગજ ચકરાવા લાગ્યુ..ફિલ્મ પુરી થઈ અમે સાથે નીકળી બંને ઘરે પાછા આવ્યા
ઘરે આવીને હું એકલો બેઠો ને વિચારવા લાગ્યો કે આ ફિલ્મ વાર્તા તો જે મેં વરસ ઉપર લખી હતી બિલકુલ તેના જેવી જ હતી!
એસી ટકા વાર્તા બિલકુલ મારી કોપી હતી પણ હુ લાચાર હતો કંઇ પણ કરવા! ના મારી પાસે તે ડાયરેકટરનો ફોન નંબર હતો કે ના તેની ઓફિસનું પુરુ સરનામું! ભલે મને કંઈ ના મળ્યુ તેનો મને બિલકુલ અફસોસ ના હતો પણ તેનાથી મને વધુ લખવાની જે પ્રેરણા પ્રાપ્ત થઇ તેજ મારા માટે એક મોટી ખુશી હતી.
ત્યાર પછી તો મેં આગળ પાછળ જોયુ પણ નહી ને આશરે પાંચથી છ ફિલ્મી વાર્તા લખી ને પછી તો તેના જેવી ફિલ્મો પણ સમયે આવી ને ગઇ ત્યારબાદ મેં શરુઆત કરી નાટકો લખવાની તે સમયે પણ દૂરદર્શન ચેનલ હતી ને આજે પણ દૂરદર્શન ચાલેછે પણ તે સમયે બે જ કલાકના પ્રોગ્રામો આવતા હતા જયારે આજ ચોવીસ કલાકના પ્રોગ્રામો આવેછે.
તે વખતે દૂરદર્શન ઉપર એક ખાસ પ્રોગ્રામ આવતો હતો પ્રોગ્રામનું શિર્ષક હતુ.."તમારા ટીવી માટે તમે લખો"
આ શ્રેણીમાં મે કુલ છ ગુજરતી નાટકો લખ્યા હતા ને તે દરેક નાટકો મે પોતે ટીવી ઉપર જોયા પણ હતા તે પણ મારા નાટકોના નામ સાથે આવતા હતા અમુક નાટકોના નામ મને આજે પણ યાદછે જેવા કે...
ગંગાબાની સેવા, જન સેવા એજ પ્રભુ સેવા, કાયદો એટલે કાયદો, વિધવાનો શો વાંક...વગેરે.
ટીવી ઉપર નાટકના અંતે જયારે મારુ નામ આવતુ ત્યારે હું જોઇને ઘણો જ ખુશ થતો હતો..
લેખક: હર્ષદ પટેલ.
બુકોમાં પણ મે ઘણા જ લેખ લખ્યા છે.જેવી કે રંગતરંગ,અખંડઆનંદ,
જનકલ્યાણ જેવી ધાર્મીક ચોપડીઓમાં હું વારંવાર લેખ આપતો હતો.
એ સમય ઘણો જ વહી ગયો, વરસો થયા પણ વિચારો હજી પણ આજ એના એજ છે.