ભાઇ જબરજસ્ત રીસ્પોન્સ મળી રહ્યો છે આ કોરોના વાયરસથી...
કોઇ અનાજ આપે કોઇ ચા નાસ્તો આપે તો કોઇ ફ્રુટ આપે
આપો ભાઇ આપો આજ સમયછે કોઇ ગરીબોની સેવા કરવાનો
જિંદગીમાં શું લઇને આવ્યા હતા ને શું લઇને પાછા જવાના છીએ!
જે કંઇ આપણું છે તે અહીં જ
રહી જવાનુંછે કોને ખબર આપણા નહી રહેવાથી કોણ આપણું વાપરશે!
આજે દરેક મીડીયામાં બસ ફોટા જ દેખાયછે...લોકો ગરીબને કંઇ ને કંઇ આપતા હોયછે બોલાવી બોલાવીને આપો ના સાંભળે તો બુમો પાડીને આપો પણ આપો જરુર પછી તે કોઇપણ કોમનો માણસ હોય ધરમ ઉપર ના જોશો બસ એક માણસ છે તે વિચારીને આપો બસ તેના દિલમાં કંઇક મળ્યા પછી ઠંડક થવી જોઇએ..આવી પરિસ્થિતિમાં જો આપણે માણસ થઈ ને સેવા નહીં કરીએ તો શું કોઇ બીજુ સેવા કરશે!
આજે આપણા દેશમાં કોરોના વાઇરસથી જે લોકો પીડાઇ રહ્યાછે તેમને એક ડોક્ટર કે એક નર્સ તેને સાજો કરવા પોતે દિવસ રાત મહેનત કરી રહ્યા છે શાના માટે ! કારણકે તેઓના દિલમાં એક રામ વસે છે એક રહીમ વસે છે એક ઇશુ વસે છે તેઓ પણ કોઇની નાત જાત જોતા નથી કે ખાટલે પડેલો માણસ કંઇ કોમનો છે! બસ એકજ તેમની નજર હોયછે કે આ આવેલ હોસ્પીટલમાં એક દર્દી આવ્યો છે ને મારી ફરજ બને છે કે તેને કોઇપણ ભોગે સાજો કરવો...વાહ આને કહેવાય ભગવાન.
બીજો ભગવાન આપણા રોડ રસ્તાઓ ઉપર ઉભાછે તે પોલીસવાળા કે જેઓ રાત દિવસ આપણી સલામતી માટે ને પોતાનો પરિવાર ઘેર ભગવાન ભરોસે મુકીને ફરજ બજાવી રહ્યાછે. તેઓ પણ આપણને એક નાના છોકરાની જેમ સમજાવીને ઘરે બેસવાનું કહી રહ્યા છે કે ભાઇ તમે આમતેમ ના ફરો બસ તમારા ઘરે બેસો નહી તો આ કોરોના વાઇરસ તમને ને તમારા ફેમીલીને ભરખી જશે આટલી બધી તેઓ આપણને વિનંતીઓ કરેછે તેમ છતાંય આપણે કાન આડા કરીને બાઇકો લઇ ને બજારમાં નીકળી પડીએ છીએ કોઇ શાકનુ બહાણું કાઢે તો કોઇ દવાનું બહાણું કાઢે બસ બહાર નીકળવા એક બહાણું તો જોઇએ ને!
આટલા દંડાનો માર ખાય તાંય કોઇ જલદી સુધરે નહી ને વળી પાછા બહાર ને બહાર ફરવા નીકળી પડે!
ભાઇ, જરાક તો આ કોરોના વાઇરસને ગંભીરતાથી લો તમારા બહાર ગયેલા પગલાં તમારી આખી ફેમીલીને જોખમમાં મુકી દેશે ઘરમાં બેસો એજ તમારી ને તમારા ફેમીલીની સલામતી છે. નાનો બાળક પણ આજકાલ સમજી ગયો છે કે હાલ આ કોરોના વાઇરસ ચાલી રહ્યો છે
કોરોના વાયરસ તમને શોધી રહ્યોછે
જો તમે વિચારતા હોય કે હું માસ્ક પહેરુછુ હાથ વારંવાર ધોવુછુ ચાલો માની લઇએ કે તમારી વાત સાચી છે ને તમે તેના માટે જરુરી દરેક ચીજોનું પાલન કરો છો બસ લોકડાઉનના દરેક નિયમોનું પાલન કરો ઘરમાં બેસો ને સલામત રહો સરકાર આપણા માટે જ કહેછે ને જે કંઇ કરેછે તે આપણા માટે જ કરેછે તેમ વિચારીને ઘરમાં બેસી રહો ટીવી જુઓ, બુક વાંચો, નવી ગેમો રમો, કોઇ નવુ કાર્ય કરો જેને કંઇ કરવું છે તે ઘણુંબધું કરી શકેછે આજે તમારી પાસે ઘણોબધો ટાઈમ છે કદાચ કાલે આવો ટાઇમ ના પણ મળે! અંતે, આપણે સલામત રહેવાનુંછે સાથે આપણી ફેમીલી ને પણ સલામત રાખવાનુંછે ને આપણા ભારત દેશને પણ સલામત રાખવાનો છે આપણા માટે ને આપણી આવનાર નવી પેઢીઓ માટે પણ...જય ભારત.
(કોરોના એક ભયંકર વાયરસછે.)