#જંગલી
जंगल जंगल बात चली है पता चला है।
अरे चड्डी पहन के फूल खिला है फूल खिला है।
બાળપણની શ્રેષ્ઠ વાર્તાનું આપણા મનુસ્મૃતિમાં જીવંત પાત્ર એટલે મોગલી તેમાં દર્શાવેલ જંગલી પ્રાણીઓ વચ્ચેનું વાર્તા આદાનપ્રદાન કેટલું નયન રમ્ય હતું ?
ડીડી નેશનલ પર રવિવારે સવારે ૯:૩૦ જંગલ બુક સીરીયલ દર્શાવવામાં આવતી મને બિલકુલ ખ્યાલ છે આજથી વર્ષ ૨૦ પહેલા આટલી બધી ચેનલો કાર્ટુન સીરીયલ બનતી ન હતી. અઠવા ડિયામાં એક જ કાર્ટૂન બતાવે એ પણ "મોગલી" એટલે કે જંગલ બુક..
એ સમયે બ્લેક એન્ડ વાઈટ ટીવી નો જમાનો હતો ક્યારેક ટીવી ચાલે ને ક્યારેક ના પણ ચાલે અને ચિત્ર ક્યારેક વ્યવસ્થિત દેખાય ક્યારેક એન્ટીના ફરી જાય ખરેખર આ બધી વિટંબણાઓ વચ્ચે સીરીયલ જોવાની ખૂબ મજા આવતી
મોગલી એ જંગલનું એવું પાત્ર હતું કે.જે નાનપણમાં જંગલી પ્રાણીઓ વચ્ચે ઉછેરી ને મોટું થયું હતું.. જંગલના દરેકે દરેક પાત્રો વચ્ચે આત્મીયતા અને મિત્રતાનો સંબંધ કેળવીને જંગલી પશુ અને પોતાના કરવાનું એક સરસ પાત્ર..
સુનિલ કુમાર શાહ