એક સમાચાર મુજબ..બે દિવસ ઉપર
અમદાવાદમાં શાકભાજીની લારી લઇ ને ફરનાર એક ભાઇ કોરોના વાઇરસનો ચેપી હતો દરરોજ તેનો ધંધો શાકભાજી વેચવાનો હતો આમ જુઓ તો લારી એટલે હરતુ ફરતું સાધન, ઘણીવાર આ વિસ્તારમાં તો ઘણીવાર બીજા વિસ્તારમાં..
આમ તેનો હરતો ફરતો ધંધો...
આ ભાઇ એક દિવસે અમદાવાદમાં શાક વેચવા કુલ સાત વિસ્તારમાં ફર્યા હતો હવે જે વિસ્તારમાં તે ફર્યો હશે તે વિસ્તારમાં ઘણી બધી બહેનોએ શાકભાજી ખરીદ્યા હશે હવે શાકભાજી લેતા લેતા એકબીજ સાથે વાતચીત પણ થઈ હશે!
કારણકે વાતચીત વગર કોઇ ધંધો થાય નહીં તો બની શકેછે કે આ ભાઇએ ઘણી બહેનોને મોં ઉપર વાતચીતથી પોતાના વાયરસના છાંટા ઉડાડ્યા હશે...! આગળ શું થયું તેની માહિતી નથી પણ આ શાકભાજી વેચનારો ભાઇ છે કોરોના ચેપી!
તેથી આજકાલ હવે કોની ઉપર વિશ્વાસ કરવો, એજ સમજ ના પડે
આ ન્યુઝ જે વેબ ઉપર આવ્યા હતા તેમાં આ ફોટો મુકેલો હતો ને આ ફોટો શિયાળાની સિઝનનો છે તે નકકીછે કારણકે શિયાળામાં મળતા મૂળા આજકાલ ઉનાળાની સિઝનમાં મળે નહી ને લારીમાં પેલી સાઇડે લાંબા સફેદ મૂળા પણ દેખાઇ રહ્યાછે.
"માટે આ ફોટો કાલ્પનિક છે તેમ કહી શકાય"