સાહેબ
મારુ છ મહિનાનું બાળક છે તેની માતાને દુધ નથી આવતું માટે બાળક બે દિવસથી ભુખ્યુ રડયા કરેછે મારી પાસે પૈસા નથી કારણકે મારા માલીકે પગાર કર્યો નથી તો હું કેવી રીતે દૂધ લાવી શકું!!!
જીલ્લા કલેક્ટર કચેરી ઉપર એક આવો ફોન આવ્યો તરત તેનો નંબર નોંધ કરીને નાયબ કલેક્ટરે મામલતદારને ફોન કર્યો કે આ આપેલ નંબર ઉપર જલદી તમે દૂધ પહોચાડો..
મામલતદારે માણસ દ્વારા દુકાનમાંથી દુધના પાવડરનું એક પેકેટ ખરીદીને તાત્કાલીક તેના ઘેર પહોંચાડ્યુ
સાથે જરુરી રાશનની એક કીટ પણ મોકલી આપી ત્યારબાદ તેના માલિકને જલ્દી આ ભાઇનો પગાર ચુકવવા માટે નોટીસ પણ મોકલી આપી...
આ છે આપણો ભારત દેશ...
અગણિત લાગણીઓથી ભરપુર 🙏